Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ભારત ન્યૂક્લિયર ધમકીથી ડરવાનું નથી :- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, ભારત ન્યૂક્લિયર ધમકીથી ડરવાનું નથી. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. અમિત શાહે એમ પણ કહ્યું કે, ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ થયેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની જનતાને કોઈ નુકસાન થયું નથી. અમે પાકિસ્તાનના એરબેઝને ધ્વસ્ત કર્યા. આતંકવાદીઓના ઠેકાણાઓ તોડી પાડ્યા. આજે પાકિસ્તાન ભારતથી ભયભીત છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે દુનિયા હેરાન છે અને પાકિસ્તાન ડરેલું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા. પાકિસ્તાનમાં 100 કિમી અંદર ઘૂસીને આતંકીઓને માર્યા હતા.અમિત શાહે આગળ કહ્યું કે આપણે 9 એવા સ્થળોને નષ્ટ કર્યા જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા આજે આખી દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. ઓપરેશન સિંદૂરના નામકરણ પર અમિત શાહે કહ્યું કે આ ઓપરેશનનું નામકરણ ખુદ પીએમ મોદીએ કર્યું હતું.શાહે કહ્યું, મોદીએ ભારતને વિકસીત બનાવવા માટે તો કોઈ કસર છોડી નથી. સાથે સાથે નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષીત કરવાનું કામ પણ કર્યું છે. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા વર્ષોથી આંતકવાદી હુમલા થતા હતા. પાકિસ્તાનથી આંતકવાદી આવતા હતા અને આપણા જવાનોને અને જનતાને મારીને ચાલ્યા જતા હતા. બોમ્બ બ્લાસ્ટ કરતા હતા, ષડયંત્ર કરતા હતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો ન હતો પરંતુ નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધા છે ત્યારથી ત્રણ મોટા હુમલાઓ થયા છે પ્રથમ હુમલો ઉરીમાં થયો, બીજો હુમલો પુલવામામાં થયો અને ત્રીજો હુમલો તાજેતરમાં પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ કર્યો છે પરંતુ મોદીજીએ દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપ્યો છે.

Advertisement
error: Content is protected !!