રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ-સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 40 થી 50 કિમિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મધ્ય અને દક્ષિણ ગુજરાત, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામા આવી છે, દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ શકે છે તેમજ 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી આગાહી કરવામાં આવી છે, કેટલાક વિસ્તારમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

