Explore

Search

August 13, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત પોલીસે વિવિધ વિસ્તારમાં હાથ ધર્યુ ઓપરેશન : બારડોલી સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૩૦ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં જિલ્લાના બારડોલી સહિતના ગ્રામ્ય વિસ્તાર માંથી માંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ-૧૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે.તમામને સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે લાવી, તેઓની પુછપરછ કરી નાગરીકતા અંગે વેરીફીકેશન અંગેની કામગીરી ચાલુ કરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.અપને અહીં જણાવી દઈએ છીએકે, શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી તથા એસઓજી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ તથા સ્થાનીક પોલીસની તમામ ટીમો દ્વારા બારડોલી ટાઉન, બારડોલી રૂરલ,પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી તેમજ ઓલપાડ તાલુકાનાં વિસ્તારમા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરીકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બારડોલી ટાઉન માંથી ૨૨, પલસાણા માંથી ૨૯, કડોદરા માંથી ૧૪, કામરેજ માંથી ૨૦, કીમ માંથી ૦૭, કોસંબા માંથી ૧૩, ઓલપાડ માંથી ૧૮ અને માંડવી માંથી ૦૭ મળી કુલ ૧૩૦ જેટલા  શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવામાં આવ્યા છે.

 

Advertisement
error: Content is protected !!