Explore

Search

April 17, 2025

Contact us -7820092500

IAS Coaching

સ્કૂલના વિદ્યાર્થીઓને ૧૦૦ વખત ઉઠક-બેઠકની સજા

પાલઘરમાં આદિવાસીઓ માટેની સરકાર સંચાલિત આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓને એક શિક્ષકે ૧૦૦ વખત ઉઠક-બેઠકની સજા આપી હતી. પ્રશાસન દ્વારા આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. વસઇ તાલુકામાં આવેલા બઠાને ગામની સરકારી સેકન્ડરી અને હાયર સેકન્ડરી આશ્રમ સ્કૂલમાં આ ઘટના બની હતી. સંબંધિત શિક્ષકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ૧૦૦ વાર ઉઠક-બેઠકની સજા આપી હતી. તેમાંથી એક જણ હોસ્પિટલમાં દાખલ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની ઉંમર અને તેમના ધોરણ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઇટીડીપી)ના પ્રોજેક્ટ ઓફિસર સત્યમ ગાંધીએ જણાવ્યું હતું કે આ અંગેના આક્ષેપો માટે પહેલાથી તપાસ ટીમ બનાવવામાં આવી છે. શિક્ષક અને પ્રિન્સિપાલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમની સામે યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે.(પીટીઆઇ)

Advertisement
error: Content is protected !!