ગુજરાત હાઈ કોર્ટમાં કાર્યવાહી સમયે ધુમ્રપાન (સ્મોકીંગ) કરવું અસીલને ભારે પડ્યું હતું. હાઈ કોર્ટે ચાલુ કોર્ટ દરમ્યાન સ્મોકીંગ કરવા બદલ એક શખ્સને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
શું છે મામલો : મળતી માહિતી મુજબ હાઈ કોર્ટમાં એક કેસની સુનાવણી થઈ રહી હતી. આ સુનાવણીમાં અસીલ રાજકોટથી વર્ચ્યુલી જોડાયા હતા. કોર્ટમાં જ્યારે કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે વર્ચ્યુલી જોડાયેલા અસીલ કોર્ટની અવમાનના કરતા જજની સામે ધ્રુમપાન કર્યું હતું. કોર્ટે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને વર્ચ્યુલી જોડાયેલા રાજકોટના અરજદારને કોર્ટની અવહેલના કરવા બદલ 50 હજારનો દંડ ફટકાયો હતો. હાઈ કોર્ટના સખત વલણ બાદ અરજદારના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. વકીલે પોતાના અરજદારનો બચાવ કરતા કહ્યું હતું કે તેમને ખ્યાલ નહોતો વર્ચ્યુલી કોર્ટમાં જોડાયા દરમિયાન પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. તેમણે ઇરાદાપૂર્વક આ કામ કર્યું નથી માટે જજ આ દંડમાં થોડી રાહત આપે. જો કે કોર્ટે તે વિનંતી નકારી હતી.
