Explore

Search

April 17, 2025

Contact us -7820092500

IAS Coaching

Latest news tapi : વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ

વ્યારાના મરાઠાવાડ ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની રામછબીલે રામખેલાવન ગૌતમનાઓ સોનગઢ એપીએમસી માર્કેટ ખાતે શાકભાજીની દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે રામછબીલે ધંધાકીય કામકાજ માટે એક્સિસ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવેલ છે. તેમણે આ એકાઉન્ટ પર એક ક્રેડિટ કાર્ડ પણ મેળવેલ છે.

ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ નારોજ બપોરે તેઓ સોનગઢ માર્કેટ સ્થિત તેમની શાકભાજીની દુકાને હતા. તે સમયે તેમના ફોન પર સામેથી એક દિવ્યા નામથી ફોન આવ્યો હતો અને તેણે વેપારીને તમારા ક્રેડિટ કાર્ડ પર રૂ.૧૦૦૦ની ફી લાગેલ છે. તે કેન્સલ કરવા પ્રોસેસ કરવી પડશે તેવું જણાવી વેપારીના વ્હોટસએપ નંબર પર એક લિંક મોકલી તેના દ્વારા ક્લિક કરી આગળની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. પ્રોસેસમાં સામેની વ્યક્તિએ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ક્રેડિટ કાર્ડ નંબર, એક્ષ્પાયરી ડેટ અને સીવીવી ની માહિતી ભરવા જણાવી જે ઓટીપી આવે તે પણ ભરવા જણાવ્યું હતું. આ પ્રોસેસ થતાની સાથે જ વેપારીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૭૬,૮૭૫ ઉપડી ગયા હતા. વેપારીને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણકારી મળતા તેમણે લગભગ બે મહિના પછી સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!