ડોલવણ તાલુકાના કણધાના એક યુવાને સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, ડોલવણના કણધા ગામના શ્રેયશ નામના યુવાને એક ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારિરીક સબંધ બાંધ્યો હતો. હાલમાં સગીરાને સાત માસનો ગર્ભ છે. તેણીની માતાએ દિકરી સાથે દુષ્કર્મ કરી તરછોડી દેનાર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
