તારીખ ૨૬મી માર્ચ નારોજ સ્થાનિકો સોનગઢના માંડલ ગામે આવેલા હજીરા-સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતા અને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માગ છે કે ટોલ પ્લાઝામાંના ટેક્સમાંથી આ વિસ્તારના સ્થાનિકોને મુક્તિ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
જોકે હવે ૨૭ જેટલા આંદોલનકારીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે, ટોલ નાકા ના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે આ આંદોલન કારીઓ સામે ગુન્હો નોંધાયો છે,આંદોલનકારીઓએ કોઇપણ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વગર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને માંડળ ટોલનાકા પર ભેગા થવાની જાહેરાત કરી હતી, આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા લોકોને ભેગા કર્યા હતા.લોકોમાં ઉશ્કેરાટ પેદા કરી તાપી જિલ્લા ના સ્થાનિક લોકોના વાહનોને ટોલ ફ્રી કરવા રાજ્ય તથા આંતરરાજ્ય ને તેમજ મુખ્ય શહેર અને ગામડાઓને જોડતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર અવ્યવસ્થા ઊભી કરી હતી તેમજ હાઈવે ઓથોરિટી ના નામનો સૂત્રોઉચ્ચાર કરી, હાઈવે પરથી આવતા જતા વાહનોને રોકી ટ્રાફિક જામ ચક્કાજામ કર્યો હતો ટોલ પ્લાઝા ના એક લેનનો બૂમ બેરિયર તોડી નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.આ મામલે પોલીસે બીએનએસએસ ની કલમ ૧૭૩ મુજબ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
