વ્યારા નગરનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં ભીતબુદ્રક ગામનાં જૂનું ફળિયામાં રહેતી શ્વેતલબેન સતીષભાઈ ચૌધરીની તારીખ 17/03/2025 નાંરોજ સવારના સમયે જામનગર જવા માટે નીકળી હતી જેથી ઉચ્છલ બસ સ્ટેશન ખાતેથી નંદુરબાર સુરતમાં બેસી વ્યારા આવવા માટે નીકળી હતી.
તે દરમિયાન શ્વેતલબેનનો મોબાઈલ ફોન તેમની પાસે જ હતો જોકે વ્યારા આવતાં વ્યારા જુના બસ સ્ટેશન ખાતે આવી બેગમાં મોબાઈલ ફોન જોતા બેગમાં મોબાઈલ મળ્યો ના હતી તેમજ બેગની ચેન પણ ખુલ્લી હતી જેથી શ્વેતલબેનએ પોતાના મોબાઈલ ફોન આજુબાજુ તપાસ કરતા મોબાઈલ ફોન મળ્યો ના હતો. આમ, બેગની ચેન ખોલી મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 15,000/-નો ચોરી થયાનું સમજાયું હતું. ચોરી અંગે શ્વેતલબેન ચૌધરીએ મોબાઈલ ફોન ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
