વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨ જુદાજુદા અકસ્માતના બનાવોમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે.
વાલોડનાં કુંભીયા ગામનાં સીમાળી ફળિયામાં રહેતો પરિમલભાઇ મોહનભાઈ ચૌધરી (ઉ.વ.૩૫)નો તારીખ 23/03/2025 નારોજ મોરદેવી ખાતેથી ખાનગી કામ પુર્ણ કરી કુંભીયા પોતાના ઘરે હોન્ડા કંપનીની એકટીવા મોપેડ બાઈક નંબર GJ/26/P/3512ની લઈને જતા હતા. તે દરમિયાન કુંભીયા ગામના લાલ ફળીયા નજીક રસ્તામા વળાંકમાં સામેથી આવતો ટ્રક નંબર GJ/05/AT/2508નાં ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પરિમલભાઇની મોપેડ બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં પરિમલભાઈને કાનનાં ભાગે, માથામાં તથા નાક ઉપર અને છાતીનાં અને પેટનાં ભાગે તેમજ જમણા પગનાં ઘુંટણથી નીચેનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેમનું મોત નિપજ્યું હતું.
જયારે અકસ્વામાતનાં બીજા બનાવમાં લોડનાં બુહારી ગામનાં સડક ફળિયામાં રહેતા શાંતુભાઈ મગનભાઈ હળપતિ (ઉ.વ.60)નાઓ ગત તારીખ 07/03/2025 નારોજ સાંજના સમયે બુહારી સર્કલ તરફથી બુહારી સડક ફળીયા ખાતે ઘરે આવવા માટી નીકળ્યા હતા. તે દરમિયાન બુહારી સડક ફળીયામાં વાલોડ-બુહારી રોડ પરના વૃંદાવન કોમ્પ્લેક્ષ નજીક આવ્યા હતા. તે સમયે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ/17/BA/0436ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શાંતુભાઈને ટક્કર અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં શાંતુભાઈને મોઢાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી શાંતુભાઈને સારવાર માટે નવી સીવીલ હોસ્પીટલ સુરત ખાતે ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન તેમનું તારીખ 14/03/2025 નારોજ મોત નિપજ્યું હતું
