Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત ગ્રામ્ય એલસીબીની કામગીરી : તાપીનાં બુટલેગરોનો દારૂનો મોટો જથ્થો ઉમરપાડાનાં જંગલમાંથી ઝડપાયો,આરોપીઓ ફરાર

તાપી જિલ્લામાં રહેતા અને વર્ષોથી ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા બુટલેગરો સમાજ માટે લાલબત્તી સમાન છે,સ્થાનિક પોલીસે પણ આવા લોકોને અસામાજિક તત્વોની કેટેગરી સમાવેશ કરી વહેલીતકે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.

સુરત ગ્રામ્ય એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સ્મિતકુમાર અને અજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર ને સંયુક્ત રીતે તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી,જે બાતમી આધારે વડપાડા ગામની સીમમાં જંગલ વિસ્તારમાંથી કાર્ટીગ થનાર દારૂનો એક મોટો જથ્થો પકડી પાડ્યો હતો.

વાત જાણે એમ છે, હાલ માંજ સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડ એ ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું વડપાડા ગામની સીમમાં જંગલમાં વિદેશી દારૂના જથ્થાનુ કાર્ટીંગ કરી દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ રૂપિયા 2.77 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પીયો ગાડી નંબર GJ-05-CJ-5111 તથા ઇકો ગાડી નંબર- GJ-22-H-2613 મળી કુલ રૂપિયા 8.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જોકે તમામ આરોપીઓ રેડ દરમિયાન ફરાર થઇ જવામાં સફળ રહ્યા છે.

આ મામલે તાપીમિત્રની તપાસમાં સ્કોર્પીયો ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય કરનાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું ભૂરીવેલ ગામના મહાદેવ મંદિરની પાછળ રહેતો અને વર્ષોથી ઈંગ્લીશ દારૂ વેચાણ અને સપ્લાય કરતો અજય ગામીત અને તેના માણસોએ જ મોટી માત્રમાં દારૂ સપ્લાય કર્યો હોવાનું અંગત સુત્રોએ માહિતી આપી છે.હાલ તો આ તમામ આરોપીઓ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસનાં પોલીસનાં ચોપડે ભાગેડુ ઘોષિત કરવામાં આવ્યા છે, ત્યારે આ મામલે તાપી પોલીસ પણ સક્રિય બની આવા બુટલેગરોને અસામાજિક તત્વોની કેટેગરી સમાવેશ કરી વહેલીતકે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.

Advertisement
error: Content is protected !!