Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારીના સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૬.૫૫ લાખ પડાવ્યા

નવસારીના એરુ ચાર રસ્તા પાસે રહેતા સોફ્ટવેર એન્જિનિયરને ડિજીટલી એરેસ્ટ કરીને રૂ. ૬.૫૫ લાખ પડાવી લેવાયા છે. સાત મહિના પૂર્વે ઇન્ડિયન પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસ, મુંબઇ પોલીસ અને સીબીઆઈના નામે આ યુવકને સતત ૩૦ કલાક સુધી બાનમાં લઈ પૈસા પડાવી લેવાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ૩૪ વર્ષીય સ્નેહલ જગજીવનભાઈ ટંડેલ (રહે. સીતારામનગર, એરુ ચાર રસ્તા, નવસારી) સોફ્ટવેર ડેવલોપર છે. તા. ૨૧-૮-૨૦૨૪ નાં રોજ તેમના ઘરે હતા ત્યારે બપોરે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ઈન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસના અધિકારી તરીકે આપતા જણાવ્યું કે, તમારા આધારકાર્ડ ઉપરથી દુબઈના શેખ અબ્દુલ ગફારને મોકલાવેલ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કબજે લીધું છે.

પાર્સલમાં ૯ પોલીસ યુનિફોર્મ, ૧૩ પોલીસ આઇડી કાર્ડ, પાંચ પાસપોર્ટ, ૩ ક્રેડીટ કાર્ડ મળી આવતાં આ સંદર્ભે ઈડીનો કેસ થયો છે. તમારા પર પણ પોલીસ કેસ કરવો પડશે. ત્યારબાદ સ્નેહલ સાથે વીડિયો કોન્ફરન્સથી પોલીસ યુનિર્ફોમ પહેરેલા ઇસમ સાથે વાત કરાવવામાં આવી હતી. સ્નેહલ ટંડેલે મુંબઈ પોલીસ અધિકારી સંદિપ યાદવ હોવાની ઓળખ આપનારને કહ્યું હતું કે, મારા નામ પર કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર પાર્સલ મોકલેલ છે પરંતુ મારે કોઈ ફરિયાદ કરવી નથી. મુંબઇ પોલીસની ઓળખ આપનાર વ્યક્તિએ મોબાઈલ ફોન પરની વિગતો માંગી હતી. સંદીપ યાદવ નામના કથિત પોલીસે ત્યારબાદ જણાવ્યું હતું કે, તમારા નામના ૪ બેન્ક એકાઉન્ટથી થયેલ ૪૦ કરોડની લેવડડેવડમાં મુંબઈ પોલીસે એરેસ્ટ કરેલા બેન્ક મેનેજર સુરેશ અનુરાગના કેસમાં તમારી સંડોવણી બહાર આવી છે. તમારે સીબીઆઇ સમક્ષ હાજર થવું પડશે સ્નેહલ ટંડેલને તેના જ રૂમમાં ૩૦ કલાક ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો. કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સ્નેહલ ટંડેલ

પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બંધન બેન્ક, મહિન્દ્રા બેન્કમાંથી રૂા. ૬.૫૫ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતાં. પૈસા ટ્રાન્સફર થયા બાદ પણ ફોન પર સતત રૂપિયાની માંગણી થતી હતી. સ્નેહલ ટંડેલને આખરે શંકા જતા તેણે સાયબર ક્રાઈમના પોર્ટલ ૧૯૩૦ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમે એક્શનમાં આવતાં ટ્રાન્સફર રૂા. ૬.૫૫ લાખ પૈકી રૂા. ૧.૭૫ લાખ પુટ ઓન હોલ્ડ કરાવ્યા હતાં. સ્નેહલ ટંડેલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી પી.આઈ. ડી.ડી. લાડુમોરેએ તપાસ શરૂ કરી છે.

સુપ્રિમ કોર્ટ બેન્ક એકાઉન્ટની તપાસ કરશે તેમ કહી રૂપિયા ટ્રાન્સફર કરાવાયા : મુંબઇ પોલીસ અધિકારી સંદિપ યાદવ હોવાની ઓળખ આપનારે સોફ્ટવેર ડેવલોપર સ્નેહલ ટંડેલને સીબીઆઇ અધિકારી આકાશ ફુલહારી દિલ્હીથી તમારા કેસની તપાસ કરી રહ્યા છે કહીને તેઓ હાલ મિટિંગમાં હોવાથી તમારે રૂમમાં એકલા રહેવાનું છે અને આ વાત કોઇને કહેવાની નથી અને તમારી હાજરી દર્શાવવા માટે વીડિયો મોબાઇલ ચાલુ રાખવાનો છે તેમ જણાવ્યું હતું. ડરના માર્યા સ્નેહલ ટંડેલે રૂમમાં દિવસ રાત એકલા વીડિયો કોલથી ડીજીટલ એરેસ્ટ થયો હતો. ૩૦ કલાક પછી દિલ્હીના સીબીઆઇ ઓફિસર તરીકે ઓળખ આપનાર આકાશ ફુલહારીએ વીડિયો કોલથી સ્નેહલ ટંડેલને વોટ્સએપ પર એરેસ્ટ વોરંટ મોકલ્યું હતું અને બે કલાકમાં દિલ્હી આવવા કહ્યું હતું. જોકે સ્નેહલ ટંડેલે બે કલાકમાં ગુજરાતથી દિલ્હી આવી શકાય તેમ નથી તેવું કહેતા આકાશ કુલહારીએ હું બીજો કોઇ રસ્તો કાઢી આપુ છું તમારા એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે. તેનું સુપ્રિમ કોર્ટ ચેકિંગ કરશે તેમ કહી કોર્ટના લેટરમાં મોકલાવેલ એકાઉન્ટ નંબર પર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરો અને જો આ રૂપિયા ગેરકાયેદસર નહીં હોય તો ત્રણથી સાત દિવસમાં પરત કરી દેવામાં આવશે તેમ કહેતા સ્નેહલ ટંડેલે ૬:૫૫ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં.

બે દિવસમાં રૂા. ૪૦ કરોડની લેવડ દેવડ કરી હોવાનો ઇ.ડી. ના લોગો સાથેનો વોન્ટેડ લેટર વોટ્સએપ કરાયો : મુંબઇ પોલીસની ઓળખ આપનાર સંદિપ યાદવે ભોગ બનનાર સ્નેહલ પાસેથી મોબાઇલ ફોન પર આધારકાર્ડની વિગતો મંગાવી જણાવ્યું હતું કે, તમારા નામ પર ૪ બેન્ક એકાઉન્ટ છે. જેનામાં ૨ દિવસના ૪૦ કરોડની લેવડ દેવડ થઈ છે. તેવું કહેતા સ્નેહલે આવા કોઇ બેન્ક એકાઉન્ટ ધરાવતો નથી તેમ કહેતા સંદિપે ડાયરેક્ટર ઓફ ઇન્ફોરમેન્ટ મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના નામનો ઇડીના લોગો સાથેનો વોન્ટેડ લિસ્ટનો લેટર મોકલ્યો હતો.

Advertisement
error: Content is protected !!