Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ઈન્સ્ટાગ્રામ : પત્નીની સામે પતિએ લાઈવ ફાંસી લગાવી

રીવા જિલ્લાના સિરમૌર તાલુકાની ડોલ પંચાયતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિવ પ્રકાશ ત્રિપાઠી નામના 26 વર્ષના યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ફાંસી લગાવી લીધી. આ દરમિયાન તેની પત્ની પ્રિયા શર્મા 40 મિનિટ સુધી લાઈવ ફાંસી જોતી રહી, પણ કોઈને જાણ કરી નહી. આ ઘટનાની જાણ થતા પોલીસે પત્ની અને તેની સાસુની ધરપકડ કરી છે.

શિવ પ્રકાશ ત્રિપાઠીના લગ્ન બે વર્ષ પહેલા પ્રિયા શર્મા સાથે થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સારા હતા, પરંતુ થોડા મહિનાઓ પછી પ્રિયાએ ગુપ્ત રીતે કોઈ અન્ય સાથે વાત કરવાનું શરૂ કર્યું. શિવ પ્રકાશે આ વાત કોઈને કરી નહી અને પોતાના લગ્ન બચાવવાની કોશિશ કરતો રહ્યો.દરમિયાન, શિવ પ્રકાશને અકસ્માત નડ્યો અને તે ક્રૉચના સહારે ચાલવા લાગ્યો. આ દરમિયાન પ્રિયા તેના નવજાત બાળકને લઈને તેના મામાના ઘરે ગઈ હતી. શિવ પ્રકાશ તેને મનાવવાની કોશીશ કરતો રહ્યો. તે પ્રિયાને મનાવવા માટે ઘણી વાખત તેના સાસરે પણ ગયો. પણ પ્રિયાએ તેની સાથે આવવાની ના પાડી દીધી અને તેની સાથે મારપીટ પણ કરી.

પત્નીની સામે પતિએ લાઈવ ફાંસી લગાવી : બનાવના દિવસે શિવપ્રકાશ તેની પત્નીને મનાવવા સાસરે ગયો હતો. પરંતુ ત્યાં પણ તેનું અપમાન કરવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો. આ પછી તે તેના ઘરે પાછો ફર્યો અને કોઈ સાથે વાત કર્યા વગર રૂમમાં જતો રહ્યો. થોડા સમય પછી તેણે ઈન્સ્ટાગ્રામ લાઈવ શરૂ કર્યું અને ફાંસી લગાવી લીધી. પત્ની પ્રિયાએ 44 મિનિટ સુધી આ બધું જોયું, પરંતુ કોઈને કહ્યું નહીં. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તમામ આ વિડીયો જોઈને ચોંકી ગયા.એસડીઓપી ઉમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં પત્નીના ગેરકાયદેસર સંબંધો અંગે પણ કડીઓ મળી છે. આપઘાત પાછળ પત્નીની બેવફાઈ અને ઘરેલું વિખવાદ મુખ્ય કારણ છે. પોલીસે પ્રિયા અને તેની મા ને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.હવે પોલીસ આ આત્મહત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. પોલીસે શિવ પ્રકાશનો ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ કબજે કરી લીધું છે, જેમાંથી તેમને આ ઘટના અંગે કંઈક કડી મળી શકે

Advertisement
error: Content is protected !!