Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી : પ્રમુખ તરીકે સારિકા પાટીલની વરણી

સોનગઢ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી આજરોજ કરવામાં આવી હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે સારિકા સચિન પાટીલ,ઉપ-પ્રમુખ તરીકે પ્રકાશભાઇ રાજુભાઈ ગામીત,કારોબારી ચેરમેન તરીકે હેતલભાઈ અશ્વિનભાઈ મહેતાની વરણી કરવામાં આવી છે.જ્યારે પક્ષના નેતા યોગેશભાઈ રોહિદાસભાઈ મરાઠે,દંડક તરીકે વિજયકુમાર છનાભાઈ વસાવાની નિમણુંક કરવામાં આવી છે.

આપને અહી જણાવી દઈએ છીએકે, તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૫ના પરિણામો તા.૧૮મી ફેબ્રુઆરીએ  ઘોષિત કરવામાં આવ્યા હતા. જેમાં સોનગઢ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડ માંથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૧,૨,૩,૪,૫ અને ૭માં તમામ સીટોમાં વિજેતા થઈ હતી. જયારે વોર્ડ નં.૬ ની બે સીટ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સફળતા મળી હતી.

Advertisement
error: Content is protected !!