Explore

Search

April 17, 2025

Contact us -7820092500

IAS Coaching

નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ સુશ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવશ્રી પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ સુ.શ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સ્થળ વાંસી-બોરસી ખાતે તૈયારીઓને લગતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સચિવશ્રી મનીષા ચંદ્રાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામા પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહિવટી તંત્રને જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે ત્રણેય જિલ્લાઓના ઉચ્ચ અધિકારીશ્રીઓને પોતાને સોંપવામાં આવેલી કામગીરીઓને સારી રીતે પુરી કરવા સુચન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમની રૂપરેખા સહીત વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડીઝાઇન, બેઠક વ્યવસ્થા, પાર્કિગ, ફુડ પેકેટ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલીપેડ, સ્ટેજ ઉપરની આનુસાંગિક વ્યવસ્થાઓ,પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન વગેરે અંગેની તૈયારીઓની ઝીણવટપુર્વક માહિતીથી સચિવશ્રીને અવગત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમને અનુસંધાને બનાવેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ દ્વારા પોતાની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. સુશ્રી મનીષા ચંદ્રા એ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને કાર્યક્રમ સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. આ બેઠકમાં નવસારી જિલ્લા સહિત વલસાડ અને ડાંગ જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!