Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Songadh : ડમ્પર અડફેટે ૨૫ વર્ષીય યુવકનું ઘટના સ્થળ ઉપર મોત

સોનગઢનાં ટોકરવા ગૌમુખ રોડ પર ચીમકુવા ગામની સીમમાં પુરઝડપે દોડતા ડમ્પરે બાઈકને સામેથી અડફેટે લઈ લીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક ચીમકુવા ગામના નિતેશ ગામીતનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબચીમકુવા ગામના પટેલ ફળિયામાં રહેતો નિતેશ મહેશભાઈ ગામીત (ઉ.વ.૨૫) ગત તારીખ ૨૧/૦૨/૨૦૨૫ નારોજ સવારે પોતાની બાઈક નંબર જીજે/૨૬/એજી/૭૮૫૬ને લઈ માવો લેવા માટે નજીકના ટોકરવા ગામે ગયો હતો. તે સમયે ટોકરવા ગૌમુખ રોડ પર ચીમકુવા ગામની સીમમાં પુરઝડપે અને ગફલતભરી રીતે આવતાં ડમ્પર નંબર એમએચ/૩૯/એડી/૦૦૦૨ના ચાલકે  નિતેશની બાઈકને સામેથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં નીતેશને માથા તથા શરીરના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત નિપજયું હતું. બનાવ અંગે પોલીસે ડમ્પરના ચાલક સુરજ હીરાલાલ ગામીત (રહે.ધજ ગામ.તા.ઉચ્છલ)ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!