Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢના ગાળકુવા ગામે મોટરસાઈકલ સાથે ત્રણ જણા ખાડામાં પટકાયા : એકનું મોત

સોનગઢના ગાળકુવા ગામે દાદરી ફળિયામાં નવા બનતા ગરનાળા પાસે રોડ ઉપર મોટરસાઈકલ સાથે ત્રણ જણા ખોદેલ ખાડામાં પડી જતાં જેમાંથી ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું, જયારે બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢના ઘોડચીત ગામના ડુંગરી ફળિયામાં રહેતા સુમનભાઈ રત્નાભાઈ ગામીત (ઉ.વ.૪૫)નો તારીખ ૧૮-૦૨-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૧૯/કે/૪૫૦૭ પર રાહુલભાઈ ગમનભાઈ ગામીત અને દિનેશભાઈ સાથે વ્યારાના સિંગીમાં સેન્ટીગનું ઓવરટાઈમ કામ કરવા માટે આવી રહ્યા હતા. તે સમયે ગાળકુવા ગામે દાદરી ફળિયામાં નવા બનતા ગરનાળા પાસે રોડ ઉપર રસ્તામાં નવા બનતા ગરનાળા માટે ખોદેલ ખાડામાં મોટરસાઈકલ સાથે પડી ગયા હતા. જોકે ખાડામાં પડતા મોટરસાઈકલ ચાલક સુમનભાઈનું મોત નિપજ્યું હતું. જયારે રાહુલભાઇને ડાબા ખભામાં મૂઢ ઈજા પહોંચી હતી અને દિનેશભાઈને ચહેરા પર તથા છાતીમાં અને ડાબા હાથે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાહુલભાઈ ગામીત નાએ મોટરસાઈકલ ચાલક સામે તારીખ ૧૯-૦૨-૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!