સોનગઢના ખરશી ગામની સીમમાંથી પસાર થતા ખરશીથી ખાંજર જતાં રોડની વચ્ચે આવેલ રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બે જણા ઈજાગ્રસ્ત થયા હતા.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, સોનગઢના સિંગપુરગામના કુંડા ફળિયામાં રહેતા મેહુલભાઈ લક્ષ્મણભાઈ ગામીત (ઉ.વ.૨૫)નાઓ તારીખ ૧૧-૦૨-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાની એક્સેસ મોપેડ બાઈક નંબર જીજે-૨૬-એએસ-૩૨૬૬ને લઈ નોકરી પર જઈ રહ્યા હતા. તે સમયે ખરશી ગામની સીમમાંથી પસાર થતા ખરશીથી ખાંજર જતાં રોડની વચ્ચે આવેલ રોડ ઉપર મોપેડ બાઈક નંબર જીજે-૨૬-એએફ-૩૭૨૮ના ચાલક સાહિલ કનૈયાભાઈ ગામીત (રહે.ખાંજર ગામ, સોનગઢ)એ પોતાના કબ્જાની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મેહુલભાઈની એક્સેસ મોપેડ બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં મેહુલભાઈને જમણા હાથમાં કાંડાના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમજ બંને પગમાં પણ ફ્રેકચર thayu હતું અને બાઈક પાછળ બેસેલ જૈનીશકુમાર મનિષભાઈ ગામીતને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે મેહુલભાઈ ગામીતએ તારીખ ૧૨-૦૨-૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે સાહિલ કનૈયાભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

