સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી ટ્રકમાં પરવાનગી વગર પશુઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતાં ટ્રક ચાલક સહીત બે’ને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી ટ્રક નંબર જીજે/૦૧/ડીવી/૫૩૨૭નો ચાલક ઈસાક ગુલામ મુન્સી (રહે.નાના નાગોરીવાડ, ઘાસ મંડાઈ, ભરૂચ) અને રીહાન યાકુબ મુન્સી (રહે.નાના નાગોરીવાડ, ઘાસ મંડાઈ, ભરૂચ)નાઓ પોતાના કબ્જાના ટ્રકમાં ૧૨ ભેંસો અને ૧ પાડો મળી કૂલ ૧૩ પશુઓ તથા એક પડિયું મળી આવ્યું હતો. તેમજ આ પશુઓને બિન જરૂરી દુખ દર્દ ભોગવવું પાસે તેવી રીતે ગેરવ્યાજબી સમય સુધી ટૂંકા દોરડા વડે ઠાંસી ઠાંસીને ક્રુરતા પૂર્વક બાંધી ભેંસો પશુ માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કે તળીયે માટી નહિ રાખી તેમજ ભેંસોને હલનચલન માટે કોઈપણ પ્રકારની મોકળાશ પણ નહીં હતી.
તેમજ આ પશુઓને પરવાનગી વગર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતાં ટ્રક ચાલક સહીત બે’ને પકડી પાડ્યા હતા. આમ, પોલીસે ટ્રક જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ અને ૧૨ ભેંસો અને ૧ પાડો જેની કિંમત રૂપિયા ૧,૯૭,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૪,૯૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ભેંસો ભરવા પોતાની ટ્રક ભાડે આપનાર ટ્રક માલિક અયુબ અલી મુન્સી (રહે.નાના નાગોરીવાડ, ઘાસ મંડાઈ, ભરૂચ)ને આ મામલે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પકડાયેલ બે ઈસમો વિરુદ્ધ સોનગઢ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

