Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી 181 મહિલા હેલ્પલાઇન ટીમની કામગીરી : વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી પતિ-પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરાવ્યું

સોનગઢ તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી પોતાની આપવીતી જણાવી હતી તેમજ મહિલાએ જણાવ્યું હતું કે, એના પતિ વ્યસન કરી હેરાનગતિ કરે છે. જે હેરાનગતિમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી જે ઘટના બાબતે તાપી 181 અભયમ રેસક્યુ ટીમ તાત્કાલિક તાપીથી નીકળી સ્થળ પર પહોંચી હતી અને પતિ દ્વારા હેરાનગતિ કરતા અટકાવવામાં આવ્યા હતા. પીડિતબેન પાસેથી સમગ્ર માહિતી મેળવતા જણાવેલ કે, તેઓએ તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કર્યા છે.

જોકે લગ્નનાં 15 વર્ષ થયેલ છે અને સંતાનમાં બે છોકરાઓ છે પીડિતબેનના પતિ ઘર જમાઈ થઇને આવેલ છે. કોઈપણ કામ ધંધો કરતા નથી અને પીડિત બેન મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. જોકે પીડીતબેનના પતિ દરરોજ વ્યસન કરીને આવીને અપશબ્દો બોલી હેરાનગતિ કરે છે. પીડિતબેન પોતે તેમના પતિને વ્યસન ન કરવા સમજાવેલ પરંતુ તેમના પતિ સમજતા ન હોવાથી 181 ની ટીમની મદદ લીધી હતી. આમ, તેમના પતિને 181 ટીમ દ્વારા વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવા ન જોઈએ, સાથે જ કાયદાકીય સમજ આપી વ્યસન કરી લડાઈ ઝગડો ના કરે તેવી ખાતરી આપી હતી. વધુમાં સમજાવતા પતિ પિડીતબેનને સારી રીતે રાખવા માટે તૈયાર થયા હતા. આમ પિડીતાને વહારે  આવી 181 મહિલા અભયમ ટીમે ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો. પીડીત મહિલાને મળેલ  મદદ બદલ અભયમનો આભાર માન્યો હતો.

Advertisement
error: Content is protected !!