Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

બાજીપુરા NHAI પર અકસ્માત સર્જાયો

વાલોડના બાજીપુરા ગામની સીમમાં મહાદેવ હોટલ પહેલા નેશનલ હાઈવે પાસે વ્યારાથી બારડોલી તરફ જતાં ટ્રેક ઉપર પીકઅપ ટેમ્પો અને ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માત થતા બંને ચાલકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢના ચોરવાડ ગામના કુવા ફળિયામાં રહેતા દેવીસભાઈ શશીકાંતભાઈ ગામીત તારીખ ૧૯/૦૧/૨૦૨૫ નારોજ પોતાની મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૬/એએક્સ/૯૧૨૩માંથી મજુરોને ઉતારીને બાજીપુરા ગામની સીમમાં મહાદેવ હોટલ પહેલા નેશનલ હાઈવે પાસે વ્યારાથી બારડોલી તરફ જતાં ટ્રેક ઉપરથી જતાં હતા. તે દરમિયાન મિલનભાઈ પ્રવીણભાઈ રાદડિયા (રહે.વ્યારા)નાએ પોતાના કબ્જાની ઈકો કાર નંબર જીજે/૨૬/એન/૫૭૮૩ને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી કટ પાસે મુકેલ સેફટી કોનને ઉડાવી દેવીસભાઈની પીકઅપ ટેમ્પોના પાછળના ભાગે તેની ઈકો કાર અથડાવી દેતા દેવીસભાઈની પીકઅપ કાર રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર પર પલ્ટી જતાં જોરદાર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અક્સ્મારમાં દેવીસભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી તેમજ ઈકો કારના ચાલકને બંને પગે ફ્રેકચર કરી તથા શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે દેવીસભાઈ ગામીતનાએ વાલોડ પોલીસ મથકે ઈકો કારના ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!