Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

કાકરાપાર ટાઉન શીપ ખાતેથી જુગાર રમાડનાર એક ઝડપાયો

વ્યારાના ઉંચામાળા ગામ ખાતે કાકરાપાર ટાઉન શીપની બાજુમાં આવેલ નરસિંહ નગરમાં રહેતો એક ઈસમને મોબાઇલ ફોન ઉપર મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો તારીખ ૧૯/૦૧/૨૦૨૫ નારોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉંચામાળા ગામ ખાતે કાકરાપાર ટાઉન શીપની બાજુમાં આવેલ નરસિંહ નગરમાં રહેતો રાકેશભાઇ આધારભાઇ ભોઇ નામનો ઇસમ પોતાના ઘરના બહાર બેસી મોબાઇલ ફોન ઉપર મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી રાકેશભાઇ આધારભાઈ ભોઇ (ઉ.વ.૪૦., રહે.નરસિંહ નગર, ગામ ઉચામાળા કાકરાપાર ટાઉનશીપની બાજુમાં, તા.વ્યારા, જી.તાપી)નાઓ વગર પાસ પરમીટે મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર મોબાઇલ ફોનના વોર્ટસેપ ચેટમાં લઇ રમી/રમાડી રોકડા રૂપીયા ૪૦,૫૬૦/- તથા મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ.૩૦૦૦/- મળી કૂલ રૂપિયા ૪૩,૫૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જયારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કાર્ય હતા. બનાવ અંગે પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ હતો.

Advertisement
error: Content is protected !!