Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

બાંગ્લાદેશી યુવક બોગસ દસ્તાવેજો સાથે ઝડપાયો

સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા છેલ્લા દોઢ વર્ષથી ઝૂપડપટ્ટીમાં રહેવાની કબુલાત કરી છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશી કરન્સી) આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાં થી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.

સુરત એસઓજીને બાતમી મળી હતી કે, લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે લાલગેટ ખાતે પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં દરોડો પાડી યુસુફ સરદાર (ઉ.વ. 27), જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્ષ ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.આરોપીએ પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હોવાની કબૂલાત કરી છે.

આરોપીએ પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવી સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. એસ.ઓ.જી.ની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે, તેમનો પત્તો લગાવી રહી છે. આ અભિયાન સુરત શહેરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement
error: Content is protected !!