Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લાના બાજીપૂરાથી હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવ્યો હતો પરિવાર,ભાઈ-બહેનના ડૂબી જતાં મોત

‏ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન માટે પહોંચેલા શ્રદ્ધાળુ પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો. આ પરિવારના બાળકોની ગંગામાં ડૂબવાથી મોત થઈ ગઈ છે. આ હ્રદયદ્વાવક અકસ્માત બુધવારે સવારે ઉત્તર હરિદ્વારના સંતમત ઘાટ પર થયો હતો.

ગુજરાતમાં તાપી જિલ્લાના બાજીપુરા ગામ નિવાસી વિપુલ પવાર પોતાના પરિવાર સાથે ગંગા દર્શન અને સ્નાન માટે હરિદ્વાર પહોંચ્યા હતા. બુધવારે (25 ડિસેમ્બર) લગભગ સવારે 10 વાગ્યે આખો પરિવાર ઉત્તર હરિદ્વારના પરમાર્થ ઘાટ પાસે સંતમત ઘાટ પર ગંગા સ્નાન કરી રહ્યા હતાં.

સ્નાન દરમિયાન વિપુલ પવારની 13 વર્ષની દીકરી પ્રત્યૂષા અને 6 વર્ષનો દીકરો દર્શ અચાનક ગંગાના તેજ પ્રવાહમાં વહી ગયા. પરિવાર અને ઘાટ પર હાજર અન્ય શ્રદ્ધાળુ બાળકોને બચાવવા માટે દોડ્યા, પરંતુ પ્રવાહ વધુ હોવાના કરાણે અને પાણી ઊંડુ હોવાથી તે બચાવવામાં અસફળ રહ્યા. જોતજોતામાં બાળકો દેખાતા બંધ થઈ ગયાં.

સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સપ્તઋષિ પોલીસ ચોકી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે નદીમાં શોધખોળ કરી બાળકોની શોધ કરી હતી. થોડી વાર બાદ બંનેને પાણીમાંથી બેભાન સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા. બાદમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને હરિદ્વાર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં.

Advertisement
error: Content is protected !!