Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું મૃત્યુનું કારણ બહાર આવ્યું,જાણો તેમના મૃત્યુનું કારણ ….

બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અનિલ મહેતાએ તેમની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે અનિલ બીમાર હતા અને પરેશાન પણ હતા. અનિલે મૃત્યુની સવારે તેની પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત કરી હતી. તેમણે બંનેને કહ્યું હતું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે. હવે તેમના મોતનું કારણ સામે આવ્યું છે.

અનિલ અરોરાની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ Mumbai પોલીસ બાંદ્રા તેમના રહેઠાણે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ફોરેન્સિક ટીમ પણ ત્યાં આવી હતી. અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. જેમાં તેમના મૃત્યુનું મુખ્ય કારણ બહાર આવ્યું છે. રાત્રે લગભગ 8 વાગ્યે અનિલ અરોરાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમના શરીરના વિસેરાને સાચવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે,જે વધુ તપાસમાં મદદ કરશે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અનિલ અરોરાના મૃત્યુ અંગે કેટલાક ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર શરીર પર અનેક ઈજાના કારણે અનિલ અરોરાનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને પરત કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે થવાના છે.

મલાઈકા અરોરા અને તેના પરિવારે અનિલ અરોરાના નિધન પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેણે તેમાં કહ્યું હતું કે, ‘અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રેમાળ પિતા અનિલ કુલદીપ અરોરા નથી રહ્યા. તેઓ એક નમ્ર માણસ, સારા નાના, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને અમારા શુભેચ્છકો પાસેથી ગોપનીયતા બક્ષવા વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. આભાર, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, ડફી, બડી.

પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરતા પહેલા 11 સપ્ટેમ્બરની સવારે તેમની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું કે, ‘હું બીમાર અને થાકી ગયો છું. જ્યારે અનિલે આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા ઘરે હતી. અનિલે તેમની બંને દીકરીઓને કહ્યું કે તેઓ બીમારીથી પરેશાન છે. ત્યાર બાદ સિગારેટ પીવાના નામે તેમણે બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

અનિલ અરોરા બાંદ્રામાં આયેશા મનોર બિલ્ડીંગના છઠ્ઠા માળે રહેતા હતા. મલાઈકા અરોરાની માતા જોયસ પણ આ જ બિલ્ડિંગમાં આ જ ફ્લોર પર બાજુના ફ્લેટમાં રહે છે.11મી સપ્ટેમ્બરે સવારે અનિલ જોયસને હેલો કરવા આવ્યો ન હતો. આ બંનેની દિનચર્યા હતી. આ કારણે જોયસને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે અનિલ અરોરાના ફ્લેટમાં જઇ તપાસ કરી હતી. અનિલ અરોરાના આકસ્મિક નિધનથી મલાઈકા અરોરા અને તેનો પરિવાર ઊંડો આઘાતમાં છે. પિતાની આત્મહત્યા સમયે મલાઇકા પુણેમાં હતી. આ સમાચાર મળતાં જ તે મુંબઈ આવી ગઈ અને ત્યારથી તે તેના પરિવાર સાથે છે. અનિલ અરોરાના અંતિમ સંસ્કાર આજે થવાના છે, જેના માટે સ્ટાર્સ સ્મશાન પહોંચી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!