વાલોડનાં બુટવાડા ખાતે આવેલ કંપનીમાંથી ચોરી કરેલ કોમ્પુટરોના સાધનો જેની કિંમત રૂપિયા ૩૧,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે, વાલોડના સેઢી ફળિયામાંથી બાતમીવાળો યુવક જેનું નામ, રોનક રાકેશભાઈ હળપતિ (ઉ.વ.૨૩.,રહે.સેઢી ફળિયું, વાલોડ)નાં તેના ઘરની તપાસ કરતા તેના ઘરમાંથી કોમ્પુટરના સાધનો જેમાં ત્રણ નંગ મોનીટર, બે નંગ કી બોર્ડ તથા બે નંગ માઉસ મળી કુલ રૂપિયા ૩૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ કોમ્પુટરના સાધનો તેના ફળિયાના બે મિત્રોએ આશરે ચારેક મહિના પહેલા બુટવાડા ખાતેની કંપનીમાંથી ચોરી કરી વેચવા માટે લાવેલ હતો. બનાવ અંગે ઝડપાયેલ યુવક વિરુદ્ધ વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો, જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.
Latest News
Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
February 10, 2026
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત
February 10, 2026
Tapi : વાલોડમાં મિત્રોએ ચોરી કરેલા વેચવા આપેલા કોમ્પ્યુરો સાથે શેઢી ફળિયાનો યુવક ઝડપાયો

