Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી દારૂના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રેમભાઈ રામચંદ્ર મોટવાણી (ઉ.વ.૪૫., રહે.આનંદ મંગલ સોસાયટી, રામ નગર પાછળ, રાંદેર, સુરત)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.

Advertisement
error: Content is protected !!