Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : કાકરાપાર પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

કાકરાપાર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિજીલન્સ દ્વારા કરેલ પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં હાથી ફળિયામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 17/07/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં હાથી ફળિયામાંથી દીપેશ શંકરભાઈ રાઠોડ (ઉ.વ.32., રહે.હાથી ફળિયું, સોનગઢ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!