Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસ મામલે જ્યોતિ પાવરનાં અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડા

રાજકોટ/અમદાવાદ : રૂ. 196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસમાં મામલે ઈડી દ્વારા જ્યોતિ પાવરનાં અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન, ઇડીને વિવાદાસ્પદ એન્ટ્રી અને પ્રોપર્ટીની વિગતોનાં દસ્તાવેજ મળ્યા છે. કંપનીનાં ડિરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયાને ત્યાં પણ ઈડીની ટીમ ત્રાટકી હતી.

આ મામલે મળતી માહિતી મુજબ, ઈડી ની ટીમ દ્વારા જ્યોતિ પાવર કંપનીના ડિરેક્ટર કમલેશ કટારિયા અને નિલેશ કટારિયાને ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરી હતી. રૂ.196.82 કરોડના બેંક ફ્રોડ કેસ મામલે અગાઉ સીબીઆઈ એ ફરિયાદ દાખલ કરી હતી. ઈડી એ આ મામલે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઇડીની તપાસમાં અનેક મસમોટા ખુલાસા થઈ શકે છે.

કરોડોના બેન્ક ફ્રોડમાં ખોટા વ્યવહારો દર્શાવી ટેક્સ ચોરી કરીને દેશનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડનારાઓ સામે ઈડી એ બાંયો ચઢાવી છે. આ ઝુંબેશ હેઠળ ઈડીની વિવિધ ટીમે જ્યોતિ પાવરનાં અમદાવાદ અને રાજકોટ સહિત અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ સ્થળો પરથી ઈડીની ટીમને વિવાદાસ્પદ એન્ટ્રી, પ્રોપર્ટીની વિગતોના દસ્તાવેજ મળી આવ્યા છે.

Advertisement
error: Content is protected !!