Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં ભારે વરસાદ બાદ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ

રાજ્યમાં આ વર્ષે ચોમાસાના કારણે ઘણી બધી જગ્યાઓ પર થી દુર્ઘટનાઓના સમાચાર આવી રહ્યા છે, ત્યારે સોનગઢમાં આવેલા દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ થઈ છે. આ દિવાલ અવિરત વરસાદના કારણે નદીમાં દબાણ કરી બાંધવામાં આવી હતી. નદીમાં દબાણ કરી એક શખ્સ દ્વારા બાંધકામ કરતા ત્યાં પાર્કિંગ બનાવ્યું હતું. દિવાલ ધરાશાઈ થવાને લઈને જ્યારે મામલતદારશ્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળ-ગોળ જવાબ આપતા તપાસ કરીશું તેમ કહ્યું. તો નગરપાલિકા પાસે નદીમાં કરાયેલ દબાણને લઈને કોઈ માહિતી નથી તેવો જવાબ મળ્યો. આખરે સાચી હકીકત શું હશે તે તપાસ બાદ જાણવા મળશે.

વરસાદે નગરપાલિકાની પોલ ખોલી દીધી. સોનગઢમાં પડેલ વરસાદમાં દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાયી થતા નદીમાં દબાણ કરાયું હોવાની હકીકત સામે આવી. એક શખ્સ દ્વારા ગેરકાનૂની રીતે નદીમાં દબાણ કરાતા તે જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવતો હતો. આખરે ખોટા કામ કરનારને કુદરત સજા આપી જ દે છે. તેમ ચોમાસાના આરંભે પડેલ વરસાદમાં દુર્ગા આર્કેટની દીવાલ ધરાશાયી થઈ આ મામલે હવે નગરપાલિકા વધુ તપાસ કરશે તેમ જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!