Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલી નગરમાં ભાડુ નહીં આપનાર પાંચ દુકાનો સીલ કરાઈ

બારડોલીમાં નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવાવમાં આવ્યા છે. જેની દુકાનો પાઘડી પર આપવામાં આવી છે. કેટલાક દુકાનદારો દ્વારા ભાડાની રકમ નગરપાલિકા જમા કરાવવામાં આવતી નથી. જેને કારણે પાલિકાએ એક મહિના પહેલા કેટલાક દુકાનદારોને આખરી નોટીસ ફટકારી હતી તેમ છતાં ભાડું નહીં ભરનાર પાંચ દુકાનદારો જેમાં ગાંધી રોડ પર આવેલા અભિનંદન માર્કેટની એક દુકાન, મહાત્મા ગાંધી કોમ્પ્લેક્સની ત્રણ દુકાનો અને સુથાર ફળિયામાં આવેલી દુકાનને પાલિકાએ સીલ કરી દીધી હતી.

Advertisement
error: Content is protected !!