Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારામાં RTO દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન : ૬૨ જેટલા સ્કુલવાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

૧૮મી જુન નારોજ વહેલી સવારથી વ્યારામાં RTO દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આરટીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં વર્ધીમાં જતા વાહનો એટલે સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસની તપાસ હાથ ધરવામાં આવી હતી.ખાસ કરીને વ્યારાના ટીચકપુરા ગામના હાઇવે માર્ગ પર આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં જે તે વાહનનું ફિટનેસ સહીત ફાયર સેફટીની લગતી બાબતોનું ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું.

આ સ્પેશ્યલ ડ્રાઇવમાં સ્કૂલ વાનના ફિટનેસ સર્ટિફિકેટ, ગેસકીટ ઉપરાંત તેમની પાસે શાળા માટે વાહન ચલાવવાની મંજૂરી છે કે નહીં તે પણ જોવામાં આવી હતી તેમજ કેપિસિટી કરતા વધારે બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં સ્પેશ્યલ ડ્રાઈવમાં RTO અધિકારી અને ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં RTO વિભાગ દ્વારા વ્યારાના ટીચકપુરા ગામના હાઇવે માર્ગ પર આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ સહીત કુલ ૬૨ જેટલા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પૈકી ૨૫ જેટલા વાહનોના મેમો ઈશ્યુ કરવામાં આવ્યા હતા. RTO અધિકારીના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્પેશ્યલ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓનું પરિવહન કરતા તમામ વાહન ચાલકોને માર્ગ સલામતી માટેના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.

 

Advertisement
error: Content is protected !!