02

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, એમપીના મધ્યભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. રામાશ્રય યાદવે આજના વરસાદ અંગેનું પૂર્વાનુમાન કરવાનું કહેતા જણાવ્યુ છે કે, 16મી તારીખે અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં વરસાદ પડશે. આજ માટે થંડરસ્ટ્રોમની કોઇ ચેતવણી નથી.
