Explore

Search

December 16, 2025

Contact us -7820092500

IAS Coaching

શું છે યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ BS કોર્સ? વિદેશમાં પણ ખૂબ ઉપયોગી થશે

અમદાવાદ: આમ તો ધોરણ 12 પછી અનેક કોર્સમાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ કોલેજ કરવી છે તેઓએ આ વિગત જાણવી જરૂરી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરાઇ છે, જે માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં 34 કોલેજમાં BS કોર્સ પણ શરૂ થશે જે ચાર વર્ષનો હશે.

શું છે યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ BS કોર્સ

નવી એજ્યુકેશન પોલીસીનો અમલ થતાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા વધારા થયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્ષ ઑફર કરવામાં આવશે. અત્યારે ચાલી રહેલા બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના 100થી વધુ કોર્ષ હવે BS તરીકે ઑફર કરવામાં આવશે. જૂના કોર્ષ ચાલુ જ રહેશે પરંતુ BS સાથે નવા કોર્ષ શરૂ કરવામાં આવશે. વિદેશી વિદ્યાર્થીઓની સાથે વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા રહે તે માટે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ BS સાથે કોર્ષ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો: 
4 કલાકમાં જ 11 તાલુકમાં વરસાદ, સુરેન્દ્રનગરના મુળીમાં 2 ઈંચ, વીજળી પડતાં 4નાં મોત

અત્યારે ત્રણ વર્ષના કોર્ષ ચાલી રહ્યા છે પરંતુ BS સાથે ચાર વર્ષના કોર્ષ ચલાવવામાં આવશે. આ કોર્ષ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ UGના તમામ કોર્ષ BS સાથે કરી શકશે. વિદ્યાર્થી ત્રણ વર્ષ પૂર્ણ કરે એટલે BS ગ્રેજ્યુએશનની ડીગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા રિસર્ચ ડીગ્રી આપવામાં આવશે. ચાર વર્ષના BSના કોર્ષ બાદ પીજીનો અભ્યાસ વિદ્યાર્થી માત્ર એક જ વર્ષમાં કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ કોલેજ દીઠ મેરીટ બનશે. BSમાં UGના કોર્સ ચાલશે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે ચોઈઝ પસંદ કરી શકશે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ 34 કોલેજને BSનો કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન સાથે BSનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Advertisement
error: Content is protected !!