યુવાનો માટે ચિંતાજનક સમાચાર છે. આજકાલ હૃદયરોગના હુમલાના કેસ બહુ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રેઇન સ્ટ્રોકના કેસમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે કોવિડ બાદ બ્રેઇન સ્ટ્રોકના કેસમાં બમણો વધારો થયો છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે જેમને બીપીની સમસ્યા હોય તેમણે નિયમિત દવા લેવી જોઈએ. આ સાથે જ સ્ટ્રેસથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધ્યો! આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

