અમદાવાદ : નાનપણમાં બાળકોને કાર્ટૂન જોવાનું ખૂબ પસંદ આવે છે. જેમાં કેટલાક કાર્ટૂન બાળકોના મનપસંદ બની જતા હોય છે. તમે પણ તમારા બાળપણમાં કાર્ટૂન જોયા જ હશે. જેમાં સૌથી વધારે જાણીતું અને લોકપ્રિય કાર્ટૂન ટોમ એન્ડ જેરી છે. આ બિલાડી અને ઉંદરનું કાર્ટૂન મોટાભાગના લોકોએ પોતાના બાળપણમાં જોયું હશે. આ કાર્ટૂન લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ કાર્ટૂનમાં ઘણા એપિસોડમાં ટોમ અને જેરી ચીઝના ટૂકડા માટે ઝઘડતા જોવા મળતા હોય છે. કાર્ટૂનમાં બતાવવામાં આવતું આ ચીઝ ખૂબ જ આકર્ષક લાગે છે. જેને ખાવાનો ઘણા લોકોને વિચાર આવતો હશે. તો હવે કોઈપણ વિચાર કર્યા વગર અમદાવાદના સિંધુભવન પહોંચી જાવ અહીં તમને કાર્ટૂનમાં દેખાતું હુબહુ ચીઝ મળશે. જેનો સ્વાદ અદ્દભુત છે.
લઝાનિયા રેસીપીમાં ચીઝનો ઉપયોગ
અમદવાદના દંપતી અરવિંદકુમાર પરજાપત અને લક્ષ્મીબેન પરજાપત, મૂળ ઉદેપુરના પરંતુ તેમનો અમદાવાદમાં વસવાટો છે. લોકડાઉન પછી તેમના પરિવાર સાથે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આના પર કાબુ મેળવવા માટે, તેઓએ અમદાવાદમાં લઝાનિયા બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પ્રારંભિક પડકારો હોવા છતાં, તેઓ છેલ્લાં બે વર્ષથી સિંધુભવન તાજ હોટલ પાસે સફળતાપૂર્વક કાર્યરત છે. ટોમ અને જેરી ચીઝને તેમની લઝાનિયા રેસીપીમાં સામેલ કરીને, તેઓએ લોકપ્રિયતા મેળવી છે અને હવે તેઓ વિવિધ સ્થળોએથી ગ્રાહકોને આકર્ષે છે. જેઓ ખાસ કરીને તેમની અનન્ય વાનગીનો આનંદ માણવા આવે છે.
ટોમ અને જેરી ચીઝને વિવિધ વાનગીઓમાં સામેલ કર્યું
દંપતીએ જણાવે છે કે, લોકોએ અમારી બનાવેલી રેસીપી માટે પ્રશંસા દર્શાવી છે અને હવે અમને મજબૂત ટેકો પૂરો પાડી રહ્યા છે. જેનાથી અમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે. અહીં ખાસ કરીને, ટોમ અને જેરી ચીઝને વિવિધ વાનગીઓમાં સામેલ કરવામાં આવી રહી છે. પોતાના ધ્યેય વિશે દંપતી જણાવે છે કે,અમારું અંતિમ ધ્યેય એક વિશાળ કાફેનું બનાવવાનું છે. જ્યાં ગ્રાહકો આ ચીઝની વાનગીઓનો આનંદ માણી શકે.
વિદેશમાં થાય છે આ ચીઝનું ઉત્પાદન
મહત્વનું છે કે,ટોમ એન્ડ જેરી તરીકે ઓળખાતી ક્લાસિક ચીઝનું ઉત્પાદન સ્થાનિક રીતે થતું નથી પરંતુ વિદેશમાં થાય છે અને તે તેના સ્વાદિષ્ટ સ્વાદ માટે જાણીતું છે. તે એક પરંપરાગત ચીઝ છે. જે તેના કાલાતીત સ્વાદ માટે ખૂબ જ માનવામાં આવે છે, જેનો ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિઓથી છે. આ પનીર બનાવવા માટે વપરાતી પદ્ધતિઓ પેઢીઓમાંથી પસાર થતી રહી છે, જેમાં સરળ, કુદરતી ઘટકોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે અને સમય, તાપમાન અને કુશળતાનો સમાવેશ કરતી એક ઝીણવટભરી પ્રક્રિયા છે. આ ચીઝ ઘણા વર્ષોથી શુદ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે તેને વિદેશમાં લોકપ્રિય બનાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

