ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલ વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં તો વાવણી જેવો વરસાદ ખાબકી ગયો છે. વીજળી પડવાને કારણે જાનમાલને નુકસાનના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજુ કેટલા દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની આગાહી કરી છે.
