અમદાવાદ: 10 અને 12માં ધોરણનું રિઝલ્ટ આવ્યા બાદ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. જાતિનું પ્રમાણપત્ર લેવા માટે અમદાવાદમાં આવેલી બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓની લાંબી કથાઓ લાગી રહી છે વહેલી સવારથી લોકો ટોકન લેવા લાઈનમાં ઊભા રહીએ ઉભા રહ્યા છે અને ટોકન મળ્યા બાદ ફોર્મ ભરી સબમિટ ની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે
વિદ્યાર્થીઓએ ન્યુ સેટિંગ સાથે વાત કરતા જણાવ્યું હતું કે બે દિવસથી ધક્કા ખાધા ટોકન મળી રહ્યું છે અને ટોકન મળ્યા બાદ જે ફોર્મ મળે છે તે ભરીને આપવાનું હોય છે પરંતુ બહાર એજન્ટો સક્રિય છે જોકે એજન્ટો દ્વારા સો રૂપિયા લઇ ફોર્મ ભરી દેવામાં આવે છે ત્યારે ન્યુઝ ગુજરાતી એ પણ પ્રિયાલિટી ચેક કર્યું જોકે બહુમાળી ભવનની બહાર એજન્ટો દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા અને ₹100 થી 100 રૂપિયા લઈ ફોર્મ ભરી દેવાની વાતનો સ્વીકાર પણ કર્યો. સાથે જ એક વાલી એ આક્ષેપ કર્યો કે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે એ જંતુ દ્વારા 3000 રૂપિયા લેવામાં આવે છે અને ત્યારબાદ જાતિનો દાખલો આપતા હોવાનું કહી રહ્યા છે.
આ પણ વાંચો:
‘આ વખતના ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે’
સમાજ કલ્યાણ અધિકારી વી વી ડીંડોર ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે ધો.10 અને 12નું પરિણામ આવ્યા પછી એડમિશન માટે જાતિ અને આવકના દાખલાની જરૂર છે. ત્યારે Sc bc અને ews ના દાખલા લેવા માટે ભીડ લાગે છે. અમારા બધા સ્ટાફને સમયસર કામ પૂર્ણ કરવા સૂચન આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ શાળામાંથી આપતા હોઈ છીએ અજાણતા આપવાનું રહી ગયું હોય એટલા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમજ સવારે 10વાગે તમામ લોકોને ટોકન આપવામાં આવે છે. એજન્ટ પ્રથા ઓફીસમા નથી ગેટની બહાર લોકોએ એજન્ટ પ્રથા શરૂ કરી છે. એફિડેવિટ કરવા જતાં લોકો પૈસા લઈને ફોર્મ ભરી રહ્યા છે. બહુમાળી ભવનમાં નોટિસ લગાવી છે એજન્ટને નહીં પરંતુ અધિકારીને મળવું જોઈએ. EWSના એફિડેવિટ માટે જતા ફોર્મ લઈને લોકોને આ એજન્ટ પકડી લે છે. વાલીઓ એજન્ટની વાતો કરે છે પણ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.
કમ્પાઉન્ડની બહાર બેઠેલા લોકો પોતાની જાતને વકીલ કહી એજન્ટનું કામ કરે છે. અધિકારીએ સ્વીકાર્યું કે જો કમ્પાઉન્ડની અંદર તેઓ આ કામ કરતા હોય તો અમે અટકાવી શકીએ એજન્ટને કમ્પાઉન્ડ બહાર અમે કંઈ જ કરી શકતા નથી. કોઈ અરજદાર ફરિયાદ કે અરજી કરે તો આ એજન્ટ પ્રથા પર રોક લગાવી શકાય. એજન્ટો અરજદારોને લાલચ આપે છે કે અમે તમારું કામ જલ્દીથી પૂર્ણ કરી આપીશું. સમાજ કલ્યાણ અધિકારીએ અરજદારોને કરી અપીલ એજન્ટોથી દૂર રહો.બહુમાળી કચેરીમાં કોઇ પણ જાતનો ભ્રષ્ટાચાર થતો નથી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

